ॐકાર સંપ્રદાયના આર્ષદ્રષ્ટા અને સ્થાપક તથા ॐકારચાલીસાના સર્જક જ્યોતિષ આચાર્ય ॐઋષિ પ્રિતેશભાઇ
ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન
મધ્યે સ્થિત શિખરબંધી મુખ્ય જિનાલય માં બિરાજશે મોક્ષપ્રદાતા ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન, જેમના દર્શન તથા પૂજા માત્ર થી મનુષ્ય ના પાપ-તાપ નષ્ટ થઇ જાય એવા આઠ તીર્થંકર ભગવાન ની પ્રતિષ્ઠા ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન ની સાથે કરવામાં આવી છે.
પૂર્ણિમા તથા વદ દશમ ના દિવસે કરવામાં આવતા દર્શન નું ફળ સાધકને અનંતગણું પ્રાપ્ત થાય છે. મુખ્ય શિખરબંધી જિનાલયમાં વિરાજિત મૂળનાયક ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન ની તેમજ આઠ તીર્થંકર ભગવાનની પ્રતિમાજી ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
વ્યંતર દેવ શ્રી મણિભદ્ર વીરની પ્રતિમાજીની પ્રતિષ્ઠા મૂળનાયક ભગવાન ની સન્મુખ મુખ્ય જિનાલયમાં કરવામાં આવશે.